theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs in gujarati 2023

૧૧ જાન્યુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો | current affairs in gujarati 2023 for 11 January, 2023

current affairs in gujarati 2023 for 11 January, 2023 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાં  ‘ભારત રત્ન’ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ, બ્રિટીશ હાઇકમિશનર શ્રી એલેક્સ એલીસ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત , વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની સ્ટેન્ડીંગ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની નિયુક્તિ વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

Latest સરકારી નોકરીની પરીક્ષા માટે જેવી કે GPSC, DYSO, TET-TAT, Talati , Psi, Asi, Bin sachivalay clerk, Forest guard, Post assistant, BANK વગેરે પરીક્ષા માટે પરીક્ષામાં ખુબજ મહત્વના પ્રશ્નનો અને તેના જવાબ લાવ્યા છે જે તમને  કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

મિત્રો તમે સરકારી નોકરીની તૈયારી કરવા માંટે magazine current affairs જરૂર પડે  તો તમે નીચેના કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં (Current Affairs in Gujarati)
ભાષાગુજરાતી
તારીખ૧૧ જાન્યુઆરી,૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

current affairs in gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ‘ભારત રત્ન’ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ.
  • ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર શ્રી એલેક્સ એલીસ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી. તેમની સાથે G20 સમિટ અંતર્ગત ગુજરાતમાં યોજાનાર 15 જેટલી બેઠકો સહિતની બાબતો પર ચર્ચા કરી.
  • ગળતી નદીના કાંઠે નિર્માણ પામેલું ‘પ્લેટિનીયમ વન’ અનેક મુલાકાતીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર.
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ. G20 થીમ પર આધારિત આ પતંગ મહોત્સવમાં ૧૮ દેશ અને ૫ રાજ્યના અંદાજે ૫૦ કરતાં વધુ પતંગબાજ ઉત્સાહભેર સામેલ થયા.
  • પતંગ ચગાવવા માટે જીવલેણ ચાઈનીઝ માંજાનો ઉપયોગ કરવો પ્રતિબંધિત.
  • તા.11 જાન્યુઆરી 2023ના રોજ વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજાશે. ખેતીવાડી,પશુપાલન,બાગાયત,આત્માના 1000થી વધુ ખેડૂત ભાઇ-બહેનો કાર્યક્રમમાં ભાગ લેશે.
  • G20માં કુલ 20 દેશોનો સમાવેશ થાય છે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન.
  • વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી રાજયવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદે વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે:ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી.

રાષ્ટ્રીય કક્ષાએ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

  • રાજ્યમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતતા આવે તે હેતુથી દર વર્ગની જેમ આ વર્ષ પણ તા. ૧૧ થી ૧૭ જાન્યુઆરી-૨૦૨૩ દરવમયાન રાષ્ટ્રીય કક્ષાએ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. જે સંદભે રાજ્ય માર્ગ વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ગ સંઘવીએ કહયુ હતું કે રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડી માર્ગ સલામતી વધારવા રાજ્ય સરકાર કરટબદ્ધ છે.
  • મંત્રીશ્રી સંઘવીએ ઉમેયુગ કે, રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષ અનેક લોકો ર્ંભીર ઇજાિસ્ત થાય છે અને કેટલાક લોકો જીવ ગુમાવે છે. જેનાથી તેમના પરી વારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્તો હોય છે જેના પરીણામે આર્થીક અને સામાજિક નૂકસાન પણ થતું હોય છે. જેથી નાગરીકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડ્વો ખૂબ જ આવશ્યક છે. આ હેતુથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરાશે.
  • માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમ્યાન જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમીતિઓ દ્વારા આર.ટી.ઓ., પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે ઓથોરીટી તથા શિક્ષણ વિભાગની કચેરીઓ સાથે સંકલનમાં રહીને શેરી નાટકો, સેમીનાર,વર્કશોપ, તાલીમ કાર્યક્રમો, માર્ગ સલામતી મેળાઓ તેમજ ટ્રાફિક નિયમોની જાણકારી અંગે વિવિધ જનજાગૃતી કાર્યક્રમો કરાશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાંજરાપોળ ગૌશાળા વિનામૂલ્યે ગાય આપવા તૈયાર : યોગ્ય યોજના તૈયાર કરાશે

  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાંજરાપોળ ગૌશાળા વિનામૂલ્યે ગાય આપવા તૈયાર : યોગ્ય યોજના તૈયાર કરાશે – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સૂચનને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો તરફથી આવકાર.
  • ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઓછું કરવા ઉચ્ચકક્ષાની બેઠકમાં રાજ્યપાલશ્રીના મહત્વના સૂચનો / મહત્વનું માર્ગદર્શન – વાછરડીનો જન્મદર વધારવા સેકસ સૉર્ટેડ સીમન ટેકનોલોજી પરત્વે વ્યાપક જાગૃતિ કેળવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં .
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સુશાસન પરિપાટીએ મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર પહેલ.
  • સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરતાં ઇ-મોડ્યુલ્સ
  • CMO વોટ્સએપ બોટ
  • વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું માર્ગદર્શન આપશે
  • મુખ્યમંત્રીશ્રીની મુલાકાત માટેના સંપર્ક સૂત્રની માહિતી આપશે
  • મુખ્યમંત્રી રાહત નિધિનો લાભ મેળવવાની માહિતી આપશે
  • નાગરિકો પોતાના સૂચનો સીધા જ મુખ્યમંત્રીશ્રીને આ વોટ્સએપ બોટ દ્વારા નંબર 7030930344 પર મોકલી શકશે
  • વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS)
  • મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા મુલાકાતીઓની રજુઆત-ફરિયાદના સમાધાન માટે ડીજીટલ પ્રણાલી ‘વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS)
  • જુદી-જુદી ફરિયાદ/રજુઆતને વિવિધ સ્તરે અલગ તારવી તેના નિરાકરણ માટેનું સંપૂર્ણ ફોલોઅપ આ મોડ્યુલ દ્વારા લેવાશે
  • અર્બન ગ્રિવેન્સ રીડ્રેસલ મોનીટરીંગસિસ્ટમ(UGRMS)
  • રાજ્યની ૮ મહાનગરપાલિકાના શહેરીજનોની ઓનલાઇન ઓફલાઈન ફરિયાદોના રીયલ ટાઇમ મોનીટરીંગ માટે મહાનગરપાલિકાઓની વેબસાઇટ્સને સી.એમ ડેશબોર્ડ સાથે જોડી દેવામાં આવી.
  • મહાનગરોના પ્રત્યેક ઝોન-વોર્ડ અને વિસ્તારમાંથી આવેલી ફરિયાદોનું કેટલા સમયમાં નિવારણ થયું તેની રિયલ ટાઇમ સમીક્ષા પણ મોડ્યુલ મારફતે કરી શકાશે.

ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની સ્ટેન્ડીંગ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની નિયુક્તિ

  • ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની સ્ટેન્ડીંગ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની નિયુક્તિ.
  • રાજ્યના વિકાસમાં વિધાનસભા ગૃહમાં થતી ચર્ચાઓ મહત્વની હોય છે. જે અંતર્ગત સંસદીય કાર્યપ્રણાલી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બનાવવાના હેતુસર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કોન્ફરન્સ જયપુર ખાતે યોજવામાં આવી છે.
  • લોકસભાના અધ્યક્ષશ્રી દ્વારા કોન્ફરન્સના સંચાલન અને આયોજન માટે સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સ ની રચના કરવામાં આવેલી છે. જે કમિટીના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • દેશની વિધાનસભાના તમામ અધ્યક્ષશ્રીઓની દર બે વર્ષે કોન્ફરન્સ યોજાય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ વર્ષમાં ચાર વખત યોજવામાં આવે છે.
  • આ કમિટીમાં લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલા અધ્યક્ષ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષશ્રી હરિવંશ ઉપાધ્યક્ષ છે.
  • દેશની અલગ અલગ વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ પૈકી આઠ અધ્યક્ષશ્રીઓની કમિટીમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવે છે.
  • આ કમિટીમાં સભ્ય તરીકે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, રાજસ્થાનના અધ્યક્ષશ્રી સી.પી.જોષી, મેઘાલયના અધ્યક્ષશ્રી મેતબાહ લાયાન્દોહ, ઝારખંડના અધ્યક્ષશ્રી રાજેન્દ્રનાથ મહતો, મધ્યપ્રદેશના અધ્યક્ષશ્રી ગિરીશ ગૌતમ, તમિલનાડુના અધ્યક્ષશ્રી એમ. અપ્પાવુ, આસામના અધ્યક્ષશ્રી બીશ્વજીત દૈમાયા છે.
  • જે કમિટીની મિટિંગ 10 જાન્યુઆરીના રોજ જયપુર ખાતે યોજાશે. ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કમિટીની મિટિંગ બાદ 11 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી સુધી લોકસભા અધ્યક્ષશ્રી – ઉપાધ્યક્ષશ્રી,  રાજ્યસભાના ઉપાધ્યક્ષશ્રી તેમજ દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની કોન્ફરેન્સ રાજસ્થાનના જયપુર ખાતે યોજાશે.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો