theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs 2023 in gujarati

૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો 2023 । Current Affairs 2023 in Gujarati for 07 February 2023

Current affairs 2023 in gujarati for 07 February, 2023 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાં  વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

વિષયવર્તમાન બાબતો 2023 ગુજરાતીમાં (Current Affairs 2023 in Gujarati)
ભાષાગુજરાતી
સમયગાળોફેબ્રુઆરી, ૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

Current Affairs 2023 in Gujarati

Below are the useful current affairs 2023 in gujarati.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • U20ની બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા ન્યુયોર્ક અને બાર્સેલોનાના ડેલિગેટ્સનું અમદાવાદ એરપોર્ટ ખાતે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું.
  • ખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છઠ્ઠી U20 બેઠકની યજમાની કરવા ભારતનું સર્વપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ છે સજ્જ.
  • તા.9 ફેબ્રુઆરી, 2023ના રોજ આયોજિત પ્લેનરી સેશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંઘ પુરી વર્ચ્યુઅલી આ સેશનને સંબોધશે.
  • G20 માટે ભારતના શેરપા શ્રી અમિતાભ કાંત દ્વારા ‘G20- કોલ ફોર એક્શન’ પર એક વિશેષ સંબોધન કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન કચ્છના ધોરડો ખાતે આયોજિત G20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે; કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તેમજ G20ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
  • ભારતમાં યોજાઈ રહેલ G20 ના ભવ્ય આયોજનમાં સહભાગી બન્યું છે ગુજરાત.
  • ‘ટુરિઝમ વર્કિંગ ગ્રુપ’ તથા ‘U20 એન્ગેજમેન્ટ ગ્રુપ’ જેવી #G20India ની બે મહત્વની બેઠક કચ્છ તથા અમદાવાદ ખાતે યોજાશે અને સાથે જ પ્રવાસન તથા શહેરી વિકાસના ક્ષેત્રમાં વિશ્વને નવી દિશા ચીંધશે ગુજરાત.
  • રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લેતાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર.રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી.
  • તા.28 ફેબ્રુઆરીથી ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવશે ‘ગરવી ગુજરાત ટૂર ટ્રેન’.ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા રેલવેનો અનોખો પ્રયાસ.
  • ગુજરાત સરકાર દ્વારા એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન, જુનાગઢ ખાતે ૧૫મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ.
  • G20 સમિટની થીમ પર કચ્છની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન.જિલ્લાની ૧૯ ઘટકની આંગણવાડીમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા G20 સમિટની થીમ આધારિત ઉજવણી કરવામાં આવી, જેમાં કિશોરીઓ દ્વારા G20 સમિટના લોગોને અનુરૂપ રંગોળી, ચિત્ર સ્પર્ધા, સલાડ ડેકોરેશન, વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓની સાથે ‘વસુધૈવ કુટુંમ્બકમ’નો સંદેશ પણ આપવામાં આવ્યો.
  • જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા. ૧૧ મીના રોજ જિલ્લા ન્યાયાલય અને તાબા હેઠળની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતકાર રિકી કેજને તેમનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

માર્ગ સલામતી સપ્તાહ

  • રોડ સેફ્ટી એકશન પ્લાન વર્ષ ૨૦૨૨- ૨૩ અંતર્ગત ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા વિવિધ કામગીરી કરવામાં આવી. જેમાં કાયદાનો અમલ, રોડ એન્જીનીયરીંગ, માર્ગ સલામતી શિક્ષણ અને અસરકારક સંકલન સહિતના વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવી હતી.
  • પાર્કિંગ અને ટ્રાફિક સંચાલન, જાહેરમાર્ગ પરના અતિક્રમણ, ટ્રાફિક લાઈટ/ સિગ્નલ, રોડ ચેકીંગ, મુસાફર પરિવહન સલામતી, ગુડ્ઝ વાહનોમાં પેસેન્જરોનું પરિવહન, ટ્રાફિક પોલીસને સક્ષમ બનાવવી, શાળા પરિવહન સલામતી, રોડ યુઝર માટે સલામતી, બ્લેક સ્પોટની ઓળખ કરી તેની સુધારણા કરવી, જોખમી વોટર બોડીની ઓળખ કરવી અને સુધારણા, ટ્રાફિકમાં ઘટાડો કરવાના પગલાં, રોડ અને રસ્તા પરના ખાડા સુધારવા, નિયમિત અક્સમાતો થતા હોય તે જગ્યાઓની તપાસ કરી તેને ઘટાડવાના પગલા અને સ્કુલ – કોલેજના તમામ ધોરણોમાં અભ્યાસક્રમના ભાગરુપે માર્ગ સલામતીને લગતી પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
  • ૧૧.૦૧.૨૦૨૩ થી ૧૭.૦૧.૨૦૨૩ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કલેક્ટર શ્રી કે.એલ.બચાણી દ્વારા દ્વિ-ચક્રી વાહનની રેલીને લીલી ઝંડી આપી 33મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રોડ સલામતી સપ્તાહ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીએ અકસ્માતના બનાવોમાં ઘટાડો લાવવા બાબતે શાળાઓમાં યોજાયેલ વિદ્યાર્થી અવેરનેસ કાર્યક્રમની કામગીરીની પ્રશંસા કરી હતી.

૯મી નેશનલ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપ

  • ૯મી નેશનલ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમા ડાંગ જિલ્લાના યુવાને સિલ્વર મેડલ મેળવ્યો.
  • તા: 6: તા.2 ફેબ્રુઆરી થી 4 ફેબ્રુઆરી દરમિયાન ગુલમગૅ (કાશ્મીર) ખાતે 9મી નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશિપ 2023 રમોત્વસ યોજવામા આવ્યો હતો. જેમા આઇસ સ્ટોક ટીમ ઈવેન્ટમા ડાંગ જિલ્લાના પૃથ્વી ભોયેએ સીલ્વર મેડલ મેળવી, જિલ્લાનુ નામ રોશન કર્યુ છે.
  • આઇસ સ્ટોક સ્પોર્ટને “આઇસ સ્ટોક સ્પોર્ટ” અથવા “બેવેરિયન કર્લિંગ” તરીકે પણ ઓળખવામા આવે છે. શિયાળા રૂતુની આ રમત પરંપરાગત રીતે બરફની સપાટી પર રમાય છે. ઉનાળામા ડામર રોડ ઉપર પણ આ રમતના કાર્યક્રમો યોજવામા આવે છે. સ્પર્ધકો બરફની સપાટી પર બરફના સ્ટોકને સ્લાઇડ કરે છે. લક્ષને લક્ષ્યમા રાખીને અથવા સૌથી લાંબુ અંતર કાપવા માટે બરફના શેરોમા ગ્લાઈડિંગ સપાટી હોય છે. જેની સાથે લાકડી જોડાયેલ હોય છે.
  • ગુજરાતના રમતગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે તેમને સન્માનિત પણ કરવામા આવ્યા હતા. સાથે જ તેઓ તાઈકવોન્ડો રમતમા બ્લેક બેલ્ટ છે. 

PM એ તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરી

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરી. તેમણે તુમાકુરુ ઔદ્યોગિક ટાઉનશિપ અને તુમાકુરુમાં ટિપ્ટુર અને ચિક્કનાયકનાહલ્લી ખાતે બે જલ જીવન મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હેલિકોપ્ટર ફેસિલિટી અને સ્ટ્રક્ચર હેંગરનું વોકથ્રુ લીધું અને લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું અનાવરણ કર્યું.
  • સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કર્ણાટક એ સંતો અને ઋષિઓની ભૂમિ છે જેણે હંમેશા આધ્યાત્મિકતા, જ્ઞાન અને વૈજ્ઞાનિક મૂલ્યોની ભારતીય પરંપરાઓને મજબૂત કરી છે. તેમણે તુમકુરુના વિશેષ મહત્વ અને સિદ્ધગંગા મઠના યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે પૂજ્ય શિવકુમાર સ્વામી દ્વારા છોડવામાં આવેલ અન્ના, અક્ષરા અને આશ્રયનો વારસો આજે શ્રી સિદ્ધલિંગ સ્વામી દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે યુવાનો માટે રોજગારની તકો, ગ્રામીણ સમુદાય અને મહિલાઓના જીવનની સરળતા, સશસ્ત્ર દળોને મજબૂત કરવા અને મેડ ઈન ઈન્ડિયાની વિભાવના સાથે સંબંધિત સેંકડો કરોડ રૂપિયાના ઘણા પ્રોજેક્ટને સમર્પિત કરવામાં આવી રહ્યા છે અથવા શિલાન્યાસ કરવામાં આવી રહ્યા છે. નાખવામાં આવી રહ્યું છે.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો