theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs 2023 in gujarati

06 ફેબ્રુઆરી, ૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો 2023 । Current Affairs 2023 in Gujarati for 06 February 2023

Current affairs 2023 in gujarati for 06 February, 2023 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાં  વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

વિષયવર્તમાન બાબતો 2023 ગુજરાતીમાં (Current Affairs 2023 in Gujarati)
ભાષાગુજરાતી
સમયગાળોફેબ્રુઆરી, ૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

Current Affairs 2023 in Gujarati

Below are the useful current affairs 2023 in gujarati.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • G20 ઇન્ડિયા અંતર્ગત કચ્છના રણ ખાતે તા. 7થી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગમાં ગ્રીન ટુરિઝમ, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, ટુરિઝમ MSMEs અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ જેવા મુદ્દા પર ફોકસ કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ના 75 વર્ષ પૂર્ણ થવા પર હીરક જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું.
  • નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત હજરપુરા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ; વાર્તાલાપ, રમતો અને ચિત્રો થકી બાળકોમાં પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ કેળવવાનો જિલ્લા વહીવટીતંત્રનો ઉદેશ્ય.
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ના ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન.
  • વર્તમાન જંત્રીના દરોમાં ૧૨ વર્ષ બાદ કરાયો વધારો.
  • જડ્ડુસ ચોક ખાતે ઓવરબ્રીજ સહિતના રાજકોટના રૂ.૧૪૦ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયું

અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS)ની હિરક જયંતિ મહોત્સવની ઉજવણી

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ ના 75 વર્ષ પૂર્ણ થવા પર હિરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન કર્યું હતું.
  • આ ડાયમંડ જ્યુબીલી સોવેનિયરના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે જ અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS) ના અસ્તિત્વના 75 વર્ષ પૂર્ણ થયા છે અને સંસ્થા તેના હિરક જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહી છે તે આનંદની બાબત છે.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં નાત-જાત, ઊંચનીચ, ધર્મ અને ભાષાના ભેદભાવ વગરની સર્વ ધર્મ સમભાવની કાર્ય પ્રણાલી વિકસાવી છે. તેમણે શરૂ કરેલા સેવાકાર્યો અને પ્રજાકીય કાર્યોમાં હંમેશા પ્રજાનો સાથ સહકાર અને પ્રભુના આશીર્વાદ સાંપડ્યા છે.
  • બે દિવસ સુધી અમદાવાદ બાલાજી મંદિર ખાતે ચાલનારા આ હિરક મહોત્સવ પ્રસંગની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજના વિવિધ પ્રતિભાશાળી લોકોના સન્માનના કાર્યક્રમો યોજાશે.
  • અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS)ના સભ્યો, ટ્રસ્ટીગણ, દાતાશ્રીઓ અને તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં અમદાવાદમાં વસતાં તેલુગુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા

રાજ્યની જમીનો-સ્થાવર મિલકતોની જંત્રીના દરમાં કરાયો વધારોઃ નવા દર તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩થી અમલી

  • રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જમીન સહિતની સ્થાવર મિલકતોની જંત્રીના વર્તમાન દરો સુધારીને બમણા કરવામાં આવ્યાં છે.
  • રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૩૨-કના અસરકારક અમલ માટે રાજંયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવો તા.૧૮/૦૪/૨૦૧૧થી અમલમાં છે, જેને આશરે ૧૨ વર્ષ જેટલો સમય થયો છે.
  • રાજ્યમાં થતા ઝડપી ઔદ્યોગિક, શહેરી તથા ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિ ધ્યાને લેતાં રાજ્યમાં સ્થાવર મિલકતના ભાવોમાં ઘણો વધારો થયેલ છે.
  • રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલા ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલકતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે રાજ્યમાં હાલમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી અમલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ),ર૦૧૧ના દરો તા.૦૫/૦૨/૨૦૨૩થી અમલમાં આવે તે રીતે બે ગણા કરવામાં આવેલ છે, એટલે હાલમાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ), ૨૦૧૧માં પ્રતિ ચો.મી.નો દર રૂા.૧૦૦/- નકકી થયેલ છે, તે દર તા.૦૫/૦૨/૨૦૨૩થી રૂા.૨૦૦/- ગણવાનો રહેશે એમ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ઇન્ટરનેશનલ લેવલના એસેસમેન્ટ માટે PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ યોજાશે

  • ગુજરાતની ર૦ હજાર જેટલી સરકારી શાળાઓમાં અદ્યતન ફિઝીક્લ, ડિઝીટલ અને લર્નીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન દ્વારા દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’નો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે.
  • સરકારી શાળાઓમાં ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ આઉટ કમ ના ઉમદા હેતુથી કાર્યરત આ મિશનની સફળતાને પગલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની વધુ એક અભિનવ પહેલ કરી છે.
  • રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD સાથે ગાંધીનગરમાં એગ્રીમેન્ટ-કરાર કર્યા છે.
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને OECD પેરિસના ડાયરેક્ટર શ્રીયુત એન્ડ્રીઆસ સ્લાયશરની પ્રેરક ઉપસ્થિતીમાં આ એગ્રીમેન્ટ સંપન્ન થયા હતા.
  • આ સંસ્થા OECD દ્વારા વિશ્વભરમાં PISA-પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે. ૧પ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓના ક્રિટીકલ થિન્કીંગ, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જેવી એબિલિટીઝના એસેસમેન્ટ માટે આ ટેસ્ટ યોજવામાં આવતી હોય છે.
  • OECD જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા સાથે એગ્રીમેન્ટ કરનારા દેશના એક માત્ર રાજ્ય તરીકે ગુજરાતે આ ગૌરવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મેળવ્યું છે.
  • આ એગ્રીમેન્ટ પર ગુજરાત સરકાર વતી સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતનકંવર ગઢવીચારણ અને OECD વતી શ્રીયુત એન્ડ્રીઆસ સ્લાયશર તેમજ શ્રીયુત કેવીન ઓ’બ્રિને હસ્તાક્ષર કર્યા હતા અને એગ્રીમેન્ટ એક્સચેન્જ કર્યા હતા.
  • આ એગ્રીમેન્ટ સાઇનીંગ અવસરે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, રાજ્ય મંત્રીશ્રી પ્રકુલભાઇ પાનસેરિયા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ તેમજ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ એગ્રીમેન્ટ સાઇનીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો