theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs in gujarati 2023

૧૬ ફેબ્રુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો । Current Affairs in Gujarati 2023 for 16 February, 2023

Current Affairs in Gujarati 2023 for 16 February, 2023 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં ૨૦૨૩(Current Affairs in Gujarati 2023)
ભાષાગુજરાતી
તારીખફેબ્રુઆરી,૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

Current Affairs in Gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

Below are the useful current affairs in gujarati 2023.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આયોજિત ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું; ગુજરાત સહિત વિવિધ રાજ્યોના સ્ટોલ્સની મુલાકાત લીધી.
  • અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા.૧૭થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન સુધી સરસ મેળાનું આયોજન; ગુજરાત સહિત અન્ય રાજ્યોના વિવિધ સ્વસહાય જૂથ ભાગ લેશે.
  • પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ના ચોથા દિવસે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માઁ અંબાને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું.
  • તાજેતરમાં મુંબઇ ખાતે યોજાયેલ ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (IDMA)ના ૬૧મા સ્થાપના દિનની ઉજવણી સમારંભમાં ગુજરાતનાં ડ્રગ કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાનું નિરંતર ૧૪ વર્ષ રાજ્યના ખોરાક અને ઔષધ કમિશ્નર તરીકેની સેવાઓ બદલ બહુમાન કરવામાં આવ્યું.
  • ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા આયોજિત સંસદીય કાર્યશાળાના ઉદ્દઘાટન માટે પધારેલા લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત.
  • જમ્મુ કશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ “ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ-૨૦૨૩”ની ત્રીજી આવૃત્તિમાં આઈસ સ્ટોકની રમતમાં ભરૂચના નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના સબળ નેતૃત્વ થકી ગુજરાતની ટીમે સુર્વણ પદક મેળવ્યો જેમાં સુરતની સીમરન અગ્રવાલ, વિશ્વા અને તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો સમાવેશ થાય છે.
  • સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનાની લાભાર્થી વૈદેહી ચૌધરીને ડબ્લ્યુ.ટી.એ. ઝજ્જર ખાતે યોજાયેલ ટેનીસ રમતમાં સિલ્વર મેડલ જીતવા બદલ ખુબ ખુબ અભિનંદન.
  • ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમ્યાન ઈતિહાસમાં પ્રથમ વખત માતાજીની ભવ્ય પાદુકાયાત્રા યોજાઈ, વહીવટી તંત્રના આયોજનને બિરદાવતા શ્રદ્ધાળુઓ.
  • PM એ H.E સાથે ટેલિફોન પર વાતચીત કરી શ્રી પેડ્રો સાંચેઝ, સ્પેનના વડા પ્રધાન.

વિશ્વ માતૃભાષા દિવસ

  • ‘૨૧ ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિવસ’ની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરાશે.
  • હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથો સાથે નિકળનાર શોભાયાત્રાનું BISAG દ્વારા રાજયની શાળા-કોલેજોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.
  • વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા “મારી ભાષા મારૂં ગૌરવ’’ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રોની પ્રસ્તુતિ કરાશે.

ગુજરાત પોલીસ દ્વારા e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધવા માટે ખાસ ઝુંબેશનું આયોજન

  • eFIR સીસ્ટમથી અત્યાર સુધીમાં ૭૯૦૦થી પણ વધુ અરજીઓ મળી.
  • ૧૭૯૯ અરજીઓ માટે FIR નોંધાઈ; ૬૦૦૦થી વધુ અરજીઓને દફતરે કરાઈ.
  • દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ માટે ૧૫ દિવસની ખાસ ઝુંબેશ.
  • ગુજરાત પોલીસ દ્વારા ૨૩મી જુલાઈ, ૨૦૨૨થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે e-FIRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
  • eFIR સીસ્ટમ અંતર્ગત ૮મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં કુલ ૭૯૫૩ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૭૯૯ અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે, જ્યારે બાકીની ૬૧૫૪ અરજીઓને દફતરે કરવામાં આવી છે. દફતરે કરેલી અરજીઓ અંગે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, ગાંધીનગરને નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી, FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ઘટના

  • ભારતના અધ્યક્ષપદે ૧ વર્ષ દરમિયાન ૩૨ ક્ષેત્રો અને વિષયો અંતર્ગત ૨૦૦ બેઠકો યોજાઈ રહી છે.
  • ભારતની G-૨૦ અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી.
  • G-૨૦ દ્વારા ભારતની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર એક નવું વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે.
  • ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી ભાવના મૂર્તિમંત થાય છે.
  • તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી G-૨૦ નું પ્રમુખપદ સંભાળ્યું અને ૨૦૨૩માં દેશમાં પ્રથમ વખત G-૨૦ નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશ: અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના અવસરે G-૨૦ અધ્યક્ષપદ “અમૃત કાળ”ની શરૂઆત પણ કરે છે, જે ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠથી શરૂ થતા ૨૫ વર્ષનો સમયગાળો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના મત મુજબ ભારતની G-૨૦ અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. તેથી જ અમારી થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે એમ તેઓ સ્પષ્ટપણે માને છે.
  • G-૨૦ ના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છે; (૧) વૈશ્વિક આર્થિક સ્થિરતા, સતત અને ટકાઉ વિકાસ હાંસલ કરવા તેના સભ્યો વચ્ચે નીતિગત સંકલન; (૨) નાણાકીય નિયમોને પ્રોત્સાહન આપવું જે જોખમ ઘટાડે છે અને ભવિષ્યની નાણાકીય કટોકટી અટકાવે છે; અને (૩) આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાનું આધુનિકીકરણ.
  • ‘વસુધૈવ કુટુંબકમ’ ‘એક પૃથ્વી, એક કુટુંબ એક ભવિષ્ય’- થીમનું સૂત્ર મહા ઉપનિષદના પ્રાચીન સંસ્કૃત પાઠમાંથી લેવામાં આવ્યું છે. આ થીમ જીવનના તમામ મૂલ્યોની પુષ્ટિ કરે છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના પૃથ્વી પર અને વિશાળ બ્રહ્માંડમાં મનુષ્યો, પ્રાણીઓ, છોડ, વૃક્ષો અને સૂક્ષ્મ જીવો અને તેમના આંતરસંબંધોનું વર્ણન કરે છે. આ થીમ વ્યક્તિગત અને પર્યાવરણ માટેની જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.
  • G-૨૦ લોગો ભારતના રાષ્ટ્રધ્વજના વાઈબ્રન્ટ રંગો- કેસરી, સફેદ અને લીલા રંગથી પ્રેરિત છે. તે પૃથ્વી ગ્રહને કમળ સાથે સાંકળે છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ પડકારો વચ્ચે વૃદ્ધિનું પ્રતિક છે. G૨૦ લોગોની નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ ‘ભારત’ લખવામાં આવ્યું છે. જે આપણી વૈદિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.
  • ગુજરાત G-૨૦ની શ્રેણીબદ્ધ વિચાર-વિમર્શ બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર ૧૫  કાર્યક્રમો પૈકી ગત જાન્યુઆરી માસમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 ની સૌ પ્રથમ B-૨૦ ઈનસેપ્શન મીટિંગ યોજાઈ હતી.

કેબિનેટે ભારત અને ચિલી વચ્ચે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ માટેના એમઓયુ પર હસ્તાક્ષરને મંજૂરી આપી

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકાર માટે ભારત પ્રજાસત્તાક સરકાર અને ચિલી પ્રજાસત્તાકની સરકાર વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
  • એમઓયુ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકારની જોગવાઈ કરે છે. સહકારના મુખ્ય ક્ષેત્રોમાં આધુનિક કૃષિના વિકાસ માટેની કૃષિ નીતિઓ, જૈવિક ઉત્પાદનોના દ્વિપક્ષીય વેપારને સરળ બનાવવા માટે ઓર્ગેનિક કૃષિ, તેમજ બંને દેશોમાં કાર્બનિક ઉત્પાદનને વિકસાવવાના હેતુથી નીતિઓના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવું, વિજ્ઞાન અને નવીનતાઓ માટે ભાગીદારીની શોધ કરવી. ભારતીય સંસ્થાઓ અને ચિલીની સંસ્થાઓમાં કૃષિ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવું તેમજ સામાન્ય પડકારોનો સામનો કરવા માટે સહયોગ કરવો.
  • કૃષિ કાર્યકારી જૂથની બેઠકો વર્ષમાં એક વખત ચિલી અને ભારતમાં વૈકલ્પિક રીતે યોજવામાં આવશે. એમઓયુ તેના હસ્તાક્ષર પર અમલમાં આવશે અને અમલીકરણની તારીખથી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે જે પછી તે 5 વર્ષના વધુ સમયગાળા માટે આપમેળે નવીકરણ કરવામાં આવશે.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો