theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs in gujarati 2023

૧૩ ફેબ્રુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો । Current Affairs in Gujarati 2023 for 13 February, 2023

Current Affairs in Gujarati 2023 for 13 February, 2023 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં ૨૦૨૩(Current Affairs in Gujarati 2023)
ભાષાગુજરાતી
તારીખફેબ્રુઆરી,૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

Current Affairs in Gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

Below are the useful current affairs in gujarati 2023.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત પંચ દિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો કેબિનેટ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે પ્રારંભ.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સ્વ.પન્નાલાલ પટેલના પૌત્રી સુશ્રી નતાશા પટેલ નેમા દ્વારા લિખિત ‘FINDING GATTU’ – The Compelling Journey of Pannalal Patel પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન કરવામાં આવ્યું.
  • ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા, જગત જનની માં જગદંબાના સાન્નિધ્યમાં ઉજવાઇ રહ્યો છે ભવ્ય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ.
  • ગબ્બરના ગોખમાં વિરાજતા માં ભવાનીની પરિક્રમામાં સ્થાપિત 51 શક્તિપીઠના એક જ સ્થળે દર્શન અને પૂજનનો લાભ લેવા અચૂક પધારો અને પામો માં અંબાનો દિવ્ય પ્રસાદ.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગ્લોબલ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (GAPIO)ની વાર્ષિક કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો.
  • ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ – ૨૦૨૨માં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા બાદ ગુજરાતના દેવાંશ પરમારે સ્વિમિંગની ૨૦૦ મીટર બેક કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત ‘ધ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ્સ’ની 60મી વાર્ષિક કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ફિઝિયોથેરાપીની તાલીમ સુવિધાઓ વધારવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
  • ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૨ માં ટેનિસની રમતમાં ગુજરાતના ખેલ ગૌરવ આર્યન શાહને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ગોલ્ડ મેડલ જીતવા સાથે સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ અપાવવા બદલ આર્યન શાહને ખુબ ખુબ અભિનંદન.
  • ગુજરાત ખેલકુદની કુશળતાનું પર્યાય બની રહ્યું છે ત્યારે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૨ માં ફરી એક બ્રોન્ઝ મેડલ ગુજરાતના ફાળે
  • જૂનાગઢના શાહીન દરજદાએ મધ્યપ્રદેશમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૨ માં જુડો (૫૭ કિલો) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારેલ છે.
  • રાજ્ય સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ડી.એલ.એસ.એસ. યોજનામાં જોડાઈ રમતની જે સફર ચાલુ કરી હતી અને આજે સંસ્કારધામ એકેડમીમાં તાલીમ મેળવીને આજે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરેલ છે.
  • ભારતીય વાયુસેનાએ ભારતના એકેડેમિયા, વૈજ્ઞાનિક સમુદાય અને ઉદ્યોગને સ્વનિર્ભરતા માટે તેના ભારમાં સહયોગ અને ભાગીદારી માટે આમંત્રણ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગલુરુમાં યેલાહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું.
  • એરો ઈન્ડિયા 2023 ની થીમ છે “ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ” અને તેમાં લગભગ 100 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800 સંરક્ષણ કંપનીઓ સાથે 80 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ, આ ઈવેન્ટ સ્વદેશી સાધનો/ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

22-25 ફેબ્રુઆરી દરમિયાન ખજુરાહોમાં પ્રથમ G20 કલ્ચર ટ્રેક મીટ યોજાશે

  • સંસ્કૃતિ ટ્રેક હેઠળ પ્રથમ G20 મીટિંગ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં મધ્યપ્રદેશના ખજુરાહોમાં યોજાવાની છે, જે ઉત્કૃષ્ટ મંદિરોનું ઘર છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે.
  • આ બેઠક 22-25 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
  • G20, અથવા ગ્રૂપ ઓફ 20, એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો