theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs in gujarati 2023

૨૫ જાન્યુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો । current affairs in gujarati 2023 for 25 January, 2023

current affairs in gujarati 2023 for 25 January, 2023 (કરંટ અફેર્સ).Current affairs, Daily Current Affairs in Gujarati.આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

Latest સરકારી નોકરીની પરીક્ષા માટે જેવી કે GPSC, DYSO, TET-TAT, Talati , Psi, Asi, Bin sachivalay clerk, Forest guard, Post assistant, BANK વગેરે પરીક્ષા માટે પરીક્ષામાં ખુબજ મહત્વના પ્રશ્નનો અને તેના જવાબ લાવ્યા છે જે તમને  કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં (Current Affairs in Gujarati)
ભાષાગુજરાતી
તારીખ
૨૫ જાન્યુઆરી,૨૦૨૩
ઉપયોગી
GPSC
,
 DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

current affairs in gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

Below are the useful current affairs in gujarati 2023.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • આજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ છે.
  • 13મો રાષ્ટ્રીય મતદાતા દિવસ.
  • કચ્છનું સ્મૃતિવન બન્યું પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર : છેલ્લાં 4 મહિનામાં દેશ વિદેશના અંદાજે 2 લાખ 80 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત.વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં આ વિશેષ વનનું કરાયું છે નિર્માણ.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવશે.
  • ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તા. 18 થી 24 “બેટી બચાવો બેટી પઢાવો યોજના” હેઠળ સપ્તાહની ઉજવણી કરાઈ જેમાં યોજનાકીય માહિતીના બહોળા પ્રચાર પ્રસાર અર્થે જુદી-જુદી પ્રવૃતિઓનું આયોજન કરાયું.
  • વડોદરામાં ‘એક્ઝામ વોરિયર’ થીમ પર યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિવિધ શાળાના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.પરીક્ષા દરમિયાન મૂંઝવતી સમસ્યાઓને વિધાર્થીઓએ ચિત્રો થકી રજૂ કરી; નિર્ણાયકો દ્વારા પસંદગી થયેલ શ્રેષ્ઠ પાંચ કૃતિને રાષ્ટ્રીય સ્પર્ધા માટે મોકલવામાં આવશે.
  • ગુજરાત વિધાનસભાનું સત્ર તા. 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી મળશે; તા.24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થશે.
  • ભારતની પરંપરાગત રમત મલખંભમાં ઉત્તમ કૌશલ્ય પ્રાપ્ત કરી અનેક પુરસ્કારો જીતનાર ગુજરાતના બાળ રમતવીર શૌર્યજીત ખૈરેએ માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2023’ પ્રાપ્ત કરી ગુજરાતના રમતગમત ક્ષેત્રને ગૌરવ અપાવ્યું છે.
  • રાજ્ય સરકાર દ્વારા મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ ઉત્તરાર્ધ મહોત્સવ.
  • ગુજરાત સરકાર અને આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)ના સંયુક્ત પ્રયાસથી રાજ્યની વિવિધ હસ્તકલાનું ગાંધીનગર ખાતે આયોજિત B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મિટિંગના સ્થળ પર પ્રદર્શની સહ વેચાણ કરવામાં આવ્યું હતું.
  • દેશ વિદેશથી પધારેલા ડેલિગેટ્સે ગુજરાતની ટાંગલિયા આર્ટ, પીઠોરા પેઇન્ટિંગ, બીડ વર્ક, વારલી પેઇન્ટિંગ, કલમકારી-માતાની પછેડી, સંખેડાનું રાચરચીલું અને બ્લોક પ્રિન્ટિંગ જેવી વિવિધ હસ્તકલા પ્રદર્શનીની મુલાકાત લઈ કલાકૃતિઓની ખરીદી પણ કરી હતી.
  • ભારતમાં યોજાઈ રહેલ G20 ઇન્ડિયા સમિટ હેઠળ ગાંધીનગરમાં આયોજિત B20 ઇન્સેપ્શન મિટીંગમાં માન.કેન્દ્રીય મંત્રીઓ શ્રી પિયુષ ગોયલ તથા શ્રી અશ્વિની વૈષ્ણવ, ભારતના G20 શેરપા શ્રી અમિતાભ કાંત ઉપરાંત વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
  • મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે B20 અંતર્ગત યોજાનાર વિવિધ પ્લેનરી સેશન્સમાં ઉદ્યોગકારો, નિષ્ણાતો તથા નીતિ નિર્માતાઓ દ્વારા વેપાર-ઉદ્યોગ જગતની પ્રાથમિકતા ઉપરાંત ક્લાઇમેટ, ઇનોવેશન, ડિજિટલ ગ્લોબલ કો-ઓપરેશન, ફાઇનાન્સ, સોશિયલ એમ્પાવરમેન્ટ જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
  • 74 મા ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારી સ્વરૂપે આયોજિત ગ્રાન્ડ-રિહર્સલમાં ગુજરાતની ‘ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત’ વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું.
  • મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રોપદી મૂર્મુ, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહ સહિતના પદાધિકારીઓએ હાજર રહી 74 મા ગણતંત્ર દિવસે થનારી પરેડના ગ્રાન્ડ રિહર્સલનો નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ખાતેથી રોમાંચક પ્રારંભ કરાવ્યો હતો.
  • ગિરનાર ઉડન ખટોલાથી ગુજરાતના પ્રવાસન વિકાસને મળી નવી ઉંચાઈ.જૂનાગઢ ખાતે આવેલા ગીરનાર રોપ-વેએ પ્રવાસીઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું છે. રોપ વે શરુ થયાથી એટલે કે, ઓક્ટોબર ૨૦૨૦થી ડિસેમ્બર-૨૦૨૨ના અંત સુધીમાં ૧૬.૩૯ લાખથી વધુ લોકોએ ઉડન ખટોલાની રોમાંચક સફર માણી.

શ્રમિક અન્નપૂર્ણા યોજના

  • શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. ૨૭ જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. 5/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદની યાદીમાં જણાવ્યું છે.
  • તા. ૨૭ જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા-સુરત, તા. ૨૮ જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા-રાજકોટ, તા. ૨૯ જાન્યુઆરીના રોજ ઝંડા ચોક કડિયાનાકા-વાપી, તા. ૨૯ જાન્યુઆરીના રોજ શહીદ ચોક કડિયાનાકા-નવસારી તેમજ તા. 30 જાન્યુઆરીના રોજ મહેસાણાના પરા ટાવર કડિયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.

‘વોટ જેવું કંઈ નહીં, અમે વોટ જરૂર કરીશું’ થીમ પર કરાશે ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

  • તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના કોબા સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
  • રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થનાર આ ઉજવણીમાં ‘મૈં ભારત હૂં’ ગીતના લોન્ચિંગ સાથે મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.
  • આ પ્રસંગે મહાનુભાવો દ્વારા તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૨ તથા નૅશનલ વોટર અવેરનેસ કોન્ટેસ્ટ-૨૦૨૨ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે.
  • ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૩મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વોટ જેવું કંઈ નહીં, અમે વોટ જરૂર કરીશુંની થીમ પર કરવામાં આવશે.
  • આ પ્રસંગે પ્રથમ વખત નોંધાયેલા યુવા મતદારોને EPIC વિતરણ કરવામાં આવશે.
  • રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી સંજય પ્રસાદ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેક, ગાંધીનગર જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે. તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ.બી. પટેલની ઉપસ્થિતિમાં થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો