theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs in gujarati 2023

૨૨ ફેબ્રુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો । Current Affairs in Gujarati 2023 for 22 February, 2023

Current Affairs in Gujarati 2023 for 22 February, 2023 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં ૨૦૨૩(Current Affairs in Gujarati 2023)
ભાષાગુજરાતી
તારીખફેબ્રુઆરી,૨૦૨૩
ઉપયોગી
GPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

Current Affairs in Gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

Below are the useful current affairs in gujarati 2023.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • અમદાવાદ ખાતે શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી.હાથીની અંબાડી, બગી તથા ઢોલ-નગારા સાથે યોજાયેલ ભવ્ય ગ્રંથયાત્રામાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
  • રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે તેમના ઉત્પાદનોનું પ્રદર્શન સહ-વેચાણ થાય તે માટે “સરસ મેળો ૨૦૨૩”નું અમદાવાદ ખાતે આયોજન.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘Quality Care for Every Child Everywhere’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની 30મી કોંગ્રેસ અને ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સની 60મી વાર્ષિક કોન્ફરન્સ PEDICON 2023 નો શુભારંભ કરાવ્યો હતો.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અંતર્ગત રાજ્ય સરકાર અને દેશ-વિદેશના ઉદ્યોગ જૂથો-રોકાણકારો વચ્ચે આજે ₹9852 કરોડના રોકાણ સાથે રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટેના 18 જેટલા MoU સંપન્ન થયા.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ડાંગ જિલ્લાના આહવામાં સેવાધામ ખાતે અન્ય મહાનુભાવોની હાજરીમાં ડૉ.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
  • મુખ્યમંત્રીશ્રીએ જળ, જમીન અને જંગલના જતન-સંવર્ધન માટે રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ ‘મિલેટ વર્ષ’ ની ઉજવણી થકી વિસરાતા ધાન્યને વધુ લોકભોગ્ય બનાવવા અને સ્વાસ્થ્યપ્રદ આહારનું મહત્વ વધારવાની સાથે પ્રાકૃતિક ખેતીને પણ વૈશ્વિક સ્તરે નામના અપાવી છે.
  • વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં G-20 સમિટ-૨૦૨૩ અંતર્ગત જનજાગૃતિ માટે સિટીવોક (મેરેથોન) યોજાઈ.
  • નર્મદા સાહિત્ય સંગમ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાજપીપલામાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો