theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs in gujarati 2023

૧૯ જાન્યુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો । current affairs in gujarati 2023 for 19 January, 2023

current affairs in gujarati 2023 for 19 January, 2023 (કરંટ અફેર્સ).Current affairs, Daily Current Affairs in Gujarati.આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

Latest સરકારી નોકરીની પરીક્ષા માટે જેવી કે GPSC, DYSO, TET-TAT, Talati , Psi, Asi, Bin sachivalay clerk, Forest guard, Post assistant, BANK વગેરે પરીક્ષા માટે પરીક્ષામાં ખુબજ મહત્વના પ્રશ્નનો અને તેના જવાબ લાવ્યા છે જે તમને  કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

મિત્રો તમે સરકારી નોકરીની તૈયારી કરવા માંટે magazine current affairs જરૂર પડે  તો તમે નીચેના કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં (Current Affairs in Gujarati)
ભાષાગુજરાતી
તારીખ૧૯ જાન્યુઆરી,૨૦૨૩
ઉપયોગી
GPSC
,
 DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

current affairs in gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

Below are the useful current affairs in gujarati 2023.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પરમ પૂજય આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં આયોજિત સ્પર્શ મહોત્સવ, અમદાવાદ ખાતે ઉપસ્થિતિ.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે NCC ની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે NCC કેડેટ્સ દ્વારા આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાને ચરિતાર્થ કરતી દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીને ગાંધીનગરથી દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું હતું.
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં ગુજરાત તરફથી બે વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી.
  • બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલનું આયોજન. ગ્રામજનોએ કુદરતી આપત્તિ સમયે કેવા પ્રકારની સાવચેતી રાખવી તેનું બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનોની મદદથી બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
  • ગુજરાતમાં G20 સમિટના અનુસંધાનમાં ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમ કચ્છની મુલાકાતે. ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની ટીમે ભુજ સ્મૃતિવન અને ધોળાવીરાની મુલાકાત લીધી તેમજ ધોરડો ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી વ્યવસ્થા અને તૈયારીઓ મુદ્દે સમીક્ષા કરી. 27 દેશોના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. 7થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ દરમિયાન સમિટમાં સામેલ થશે તેમજ જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.
  • રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ૨૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
  • પ્રજાસત્તાક પર્વ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોટાદ ખાતે યોજાશે.
  • આ વર્ષે સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ 1 ફેબ્રુઆરી 2023ના રોજથી કરાવવામાં આવશે.
  • કરુણા અભિયાન 2023 અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને સારવાર આપવામાં આવી.
  • ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવ પોરબંદર ચોપાટી ખાતે યોજાયો હતો. વિવિધ રેતશિલ્પકારો દ્વારા નિર્મિત કૃષ્ણ-સુદામા, પોરબંદરનું સુદામા મંદિર, ઇન્ડિયા ગેટ, G20 સિમ્બોલ, ડોલ્ફિન ફીશ જેવી કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના CEO ડો. સૌરભ ગર્ગ અને તેમની ટીમે મુલાકાત લીધી.
  • રાજ્યના તમામ વિભાગો દ્વારા એક જ વિષય વસ્તુને લગતા સમયાંતરે અમલી બનાવેલા સરકારી ઠરાવો / પરિપત્રોને 31 માર્ચ 2023 સુધીમાં સંકલિત કરી જાહેર કરવામાં આવશે.
  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના શિષ્ય શ્રી સત્યપ્રકાશ આર્યએ છેક બનારસથી આવીને 118 મી વખત રક્તદાન કર્યું.

‘સ્પર્શ મહોત્સવ’

  • ‘સ્પર્શ મહોત્સવ’માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિ.
  • અમદાવાદમાં આયોજિત ‘સ્પર્શ મહોત્સવ’માં આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, અમદાવાદના આંગણે પદ્મભૂષણ આચાર્યશ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના ૪૦૦મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે.
  • ૨૨ જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ ચાલશે. અત્યાર સુધીમાં ૪૦૦ પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ આવશે. સાથોસાથ અહીં પ્રતિદિન અનેક સામાજિક-આધ્યાત્મિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપક્રમે દેશભરમાંથી ૨૫૦ જેટલી ગૌશાળાને ૫ કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.
  • પદ્મભૂષણ આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સૂરીશ્વરજીના ૪૦૦મા પુસ્તકનું ભવ્ય શોભાયાત્રા બાદ વિમોચન થનાર છે. ત્યારે આજે આયોજિત સમારોહમાં એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનો તેમજ જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે

  • સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.
  • ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
  • જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના ૭૪,૫૧૦ કામો પૂર્ણ થયા છે. જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૯ લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૬,૯૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.
  • ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું ૧૭,૮૧૨ કામો પૂર્ણ થયા હતા. જેમાં ૨૦.૮૧ લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે ૨૪ હજાર ૪૧૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’

  • ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણીનાં ભાગ રૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘પ્રતિજ્ઞા વાંચન’ તથા સિગ્નેચર ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો.
  • ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત બાળકીઓના જન્મ અને રક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન.
  • કેન્દ્ર સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’નાં ભાગ રૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી,સુરત ખાતે તા:૧૮/૦૧/૨૦૨૩થી તા:૨૪/૦૧/૨૦૨૩ સુધી વિવિધ વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ‘પ્રતિજ્ઞા વાંચન’ દ્વારા સિગ્નેચ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં મહિલા અને બાળ અધિકારીશ્રી બી.જે. ગામીતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના વિશે માહિતી આપી હતી.
  • બાળકીઓનાં જન્મદરને પ્રોત્સાહન મળી રહે તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
  • દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૪ જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાશે.
  • તા.૧૯મીએ બાળકીઓમાં સ્કીલ ડેવલપમેન્ટના મહત્વને લગતી ગ્રામસભાઓ/મહિલા સભાઓ, તા.૨૦મીએ ખાનગી/સરકારી શાળાઓમાં કિશોરીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધારવા સ્લોગન લેખન, ચિત્રકામ જેવી સ્પર્ધાઓનું આયોજન, તા.૨૩મીએ ધર્મગુરુઓ અને સમાજ અગ્રણીઓ સાથે બાળલગ્ન પ્રથાની નાબુદી માટેના જાગૃતિ કાર્યક્રમો, તા.૨૪મીએ ટોક-શો, વૃક્ષારોપણ, વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ થયેલી કિશોરીઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો.

૨૬મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ

  • નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના પ્રતિનિધિ સત્યેન્દ્ર યાદવે કર્ણાટકના હુબલી ખાતે આયોજિત ૨૬મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું.
  • તા.૧૨ થી ૧૬ જાન્યુ.૨૦૨૩ દરમિયાન કર્ણાટકના હુબલી ખાતે આયોજિત ૨૬મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક, પલસાણા યુવા બ્રિગેડના પ્રમુખ અને સામાજિક કાર્યકરશ્રી સત્યેન્દ્ર યાદવની સુરત જિલ્લામાંથી પસંદગી થઇ હતી.
  • જેમાં તેમણે નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના પ્રતિનિધિ તરીકે સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
  • રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં જિલ્લા યુવા અધિકારીના માર્ગદર્શન હેઠળ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા સંચાલિત સ્વચ્છ ભારત અભિયાન, કેચ ધ રેઈન, ફિટ ઈન્ડિયા, આરોગ્ય અને પર્યાવરણીય પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય એકતા, સાંપ્રદાયિક સંવાદિતા, રમતગમતમાં ભાગ લીધો હતો. અને સુરત જિલ્લામાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે જેવા મુદ્દાઓ પર કામ માટે ચર્ચા કરી હતી.
  • યુવા મહોત્સવમાં યુવાનોએ શાંતિ નિર્માણ અને સંવાદિતામાં યુવા આરોગ્ય અને સુખાકારી, સરળ ભાવિ લોકશાહી અને શાસન વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
  • જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માએ વિગતો આપતા જણાવ્યું કે, નહેરૂ યુવા કેન્દ્ર યુવાનોની પ્રતિભા બહાર લાવવા પ્લેટફોર્મ પૂરૂ પાડી રહ્યું છે. તેમણે સુરતના યુવાનોને પણ આ પ્રકારના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવા અને સુરતને રાષ્ટ્રીય સ્તરે વધુ ગૌરવ અપાવવા અનુરોધ કર્યો હતો

કોફી આર્ટિસ્ટ તરીકે ઉદય કોરડેએ વડોદરાનું નામ રોશન કર્યું

  • મિ. ઉદય કોરડેને ભારતીય રત્ન એવોર્ડ તેમજ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ એવોર્ડ થકી સન્માનવામાં આવશે.
  • વડોદરાના જાણીતા કોફી આર્ટિસ્ટ ઉદય કોરડે કે જેઓ કોફી પેઇન્ટિગ થકી પોતાની અનોખી આવડતના કારણે જાણીતા છે, તેઓને તા.૨૨ જાન્યુઆરીના રોજ “પરાક્રમ દિવસ”ના શુભ અવસર નિમિતે oasis world record (recognized by indian govt.) ઇન્ડિયન ઇન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે એવોર્ડ ફંકેશનમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
  • નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભાવના અને રાષ્ટ્રપ્રત્યે નિસ્વાર્થ સેવા ભાવના અને યાદગીરી માટે દર વર્ષે ૨૩ મી જાન્યુઆરીએ એમના જન્મદિવસને “પરાક્રમ દિવસ”ના રૂપમાં ઉજવવામાં આવે છે, જેથી કરીને યુવાનો તેમના કાર્યો પ્રત્યે પ્રેરિત થાય. તેવા મુખ્ય ઉદ્દેશથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના આ વર્ષે ૧૨૬ મી જન્મજયંતીના અવસર પર આ એવોર્ડ શો દિલ્હી ખાતે રાખવામાં આવ્યો છે.
  • આ વખતે સમગ્ર ભારતમાંથી આ પ્રોગ્રામ માટે ૨૨૦૦ લોકોને નામાંકીત કર્યા છે.જેમાંથી ૧૦૦ લોકોના કામને જોઈને અલગ અલગ શ્રેણીમાં તેઓને એવોર્ડ આપવામાં આવશે,જેમાંથી વડોદરા શહેરના રાવપુરા ખાતે રહેતા ઉદય ઉલ્હાસ કોરડેને બેસ્ટ કૉફી આર્ટિસ્ટ તરીકે તા.૨૨ જાન્યુઆરીના રોજ દિલ્હી IIc સેન્ટર ખાતે એવોર્ડ,મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે.જેમાં તેઓને ૨ મહત્વના અને ઉચ્ચ કોટીના એવોર્ડ આપવામાં આવશે.
  • (૧) ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડ
  • (૨) ભારતીય રતન એવોર્ડ
  • વડોદરાના રત્ન એવા મિ. ઉદય કોરડેને દિલ્હી ખાતે ૨ એવોર્ડ રેડ કાર્પેટ પર બોલાવીને મિનિસ્ટરના હસ્તે આપીને સન્માનિત કરવામાં આવશે.તેઓએ અત્યાર સુધી કોફી પાવડર વડે અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ અને અનેક જાણીતી હસ્તીઓના પણ પેઇન્ટિગ કર્યા છે કે જે માટે વડોદરા ગર્વ લઈ શકે છે.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો