theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

08 ફેબ્રુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો । current affairs in gujarati 2023 for 08 February, 2023

current affairs in gujarati 2023 for 08 February, 2023 (કરંટ અફેર્સ). Current affairs, Daily Current Affairs in Gujarati. આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં ૨૦૨૩(Current Affairs in Gujarati 2023)
ભાષાગુજરાતી
તારીખફેબ્રુઆરી,૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK
current affairs in gujarati 2023

Current affairs in gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

Below are the useful current affairs in gujarati 2023.

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • તારીખ 08/09/10 ફેબ્રુઆરી દરમિયાન #U20India અન્વયે દેશવિદેશથી આવતા અતિથિઓ માટે તા.9ના રોજ રીવરફ્રન્ટ ખાતે ગાલાડિનર પ્રોગ્રામ અન્વયે સાંજે 4થી રાત્રિના 8 સુધી રીવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે તેમજ અટલ બ્રીજની ટીકીટ માત્ર બપોરે 3 કલાક સુધી જ મળી શકશે.
  • G20 સમિટ અંતર્ગત કચ્છના ધોરડો ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાઈ; કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સહિતના મંત્રીશ્રીઓ અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ.
  • ધોળાવીરા, ચાંપાનેર, અમદાવાદ શહેર અને રાણકી વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘ગેટ વે ટુ રણ’ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરી રણોત્સવની શરૂઆતથી લઈને વર્તમાન સુધીની સફરને નિહાળી.
  • કચ્છના સફેદ રણ ખાતે આયોજિત G20ની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડીએ ‘કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને ગરીબી નિવારણ માટે ‘ગ્રામીણ પ્રવાસન’ના વિષય ઉપર સંબોધન કર્યું.
  • વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે. આ ફિટનેશ સેન્ટરના નિર્માણથી ઓટો સેક્ટરમાં આત્મનિર્ભરતાને વેગ મળશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
  • નૌકાદળના પાઇલોટ્સ INS વિક્રાંત પર LCA(નેવી)નું લેન્ડિંગ કરે છે.
  • 51 નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના જવાનોની એક નવી ટીમને ભૂકંપગ્રસ્ત તુર્કિયે લઈ જવામાં આવી રહી છે, તેમ છતાં ત્યાં હાજર બે ટીમોએ બહુવિધ ધરાશાયી થયેલા માળખામાં બચાવ કામગીરી શરૂ કરી છે, ફોર્સના મહાનિર્દેશક અતુલ કરવલે બુધવારે જણાવ્યું હતું.
  • ચંદીગઢ યુનિવર્સિટી 26મી ફેબ્રુઆરીથી ભારતમાં 1લી વર્લ્ડ સ્ટ્રોંગમેન ગેમ્સનું આયોજન કરશે.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો