theskybucket.com

theskybucket.com is a portal for Education, Government Jobs, Technology blog featuring trending News, views and analytical take on Technology, Business, Finance, Telecom, Mobile, Web stories.

current affairs in gujarati 2023

૨૩ જાન્યુઆરી,૨૦૨૩ માટે ગુજરાતીમાં વર્તમાન બાબતો | current affairs in gujarati 2023 for 23 January, 2023

current affairs in gujarati 2023 for 23 January, 2023 (કરંટ અફેર્સ). આજના કરંટ અફેર્સમાં વગેરે સમાન રીતે મહત્વપૂર્ણ બાબતો કવર કરવામાં આવી છે કે જે પરીક્ષામાં પુછાઈ શકે છે.

Latest સરકારી નોકરીની પરીક્ષા માટે જેવી કે GPSC, DYSO, TET-TAT, Talati , Psi, Asi, Bin sachivalay clerk, Forest guard, Post assistant, BANK વગેરે પરીક્ષા માટે પરીક્ષામાં ખુબજ મહત્વના પ્રશ્નનો અને તેના જવાબ લાવ્યા છે જે તમને  કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

મિત્રો તમે સરકારી નોકરીની તૈયારી કરવા માંટે magazine current affairs જરૂર પડે  તો તમે નીચેના કરંટ અફેર્સ ખુબજ ઉપયોગી થશે.

વિષયવર્તમાન બાબતો ગુજરાતીમાં (Current Affairs in Gujarati)
ભાષાગુજરાતી
તારીખ૨૩ જાન્યુઆરી,૨૦૨૩
ઉપયોગીGPSC, DYSOTET-TATTalati , Psi, Asi, Bin sachivalay clerkForest guardPost assistant, BANK

current affairs in gujarati 2023(GPSC, Talati , TET-TAT and Forest Guard)

કરંટ અફેર્સ ૨૦૨૩(Current Affairs 2023)

  • આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે યોજાનાર છે, ત્યારે પોલીસ જવાનોની વિવિધ ટુકડીઓ દ્વારા પરેડ, અશ્વ સવારી અને બાઈક સ્ટન્ટ સહિત અનેક કરતબોનું રિહર્સલનું કરવામાં આવ્યું હતું.
  • ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી ‘પરાક્રમ દિવસ’.
  • B20 ઇન્સેપ્શન મીટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો.
  • આ પ્રજાસત્તાક દિવસે (૨૬મી જાન્યુઆરી) નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી રાષ્ટ્રીય પરેડમાં ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત ગુજરાતની ઝાંખી રજૂ થશે.આ ઝાંખીમાં કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક તેમજ સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય-હરિત અને શુદ્ધઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો સુંદર પ્રયાસ કરવામાં આવશે.
  • PMએ પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી.
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પરીક્ષા સંબંધિત મુદ્દાઓ પરનું પુસ્તક “એક્ઝામ વોરિયર્સ” હવે 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  • વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસના ફ્લેગ ઓફ સમારોહ અને VC દ્વારા વારાણસીમાં ટેન્ટ સિટીના ઉદ્ઘાટન પ્રસંગે PMનું ભાષણ.
  • PM 23મી જાન્યુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના નામ આપવાના કાર્યક્રમમાં ભાગ લેશે.
  • પ્રધાનમંત્રીએ કર્ણાટકના કલાબુર્ગીમાં નવા જાહેર કરાયેલા મહેસૂલ ગામોના લગભગ પચાસ હજાર લાભાર્થીઓને ટાઇટલ ડીડ (હક્કુ પાત્ર)નું વિતરણ કર્યું.

G20 હેઠળ યોજાનારી B20

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે તા. 22થી 24 જાન્યુઆરી દરમિયાન G20 હેઠળ યોજાનારી B20 ઇન્સેપ્શન બેઠકો માટે ગુજરાત છે સજ્જ.
  • દેશ-વિદેશમાંથી મહાનુભાવોનું આગમન; કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલ, શ્રી અશ્વિની વૈષ્ણવ અને G-20 માટે ભારતના શેરપા શ્રી અમિતાભ કાંત 23 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે.
  • સમગ્ર વિશ્વમાં આ વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે, ત્યારે આ G20 બેઠકમાં દેશ-વિદેશના તમામ ડેલિગેટ્સને વિવિધ મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે.

“રાષ્ટીય દિકરી દિવસ સપ્તાહના” ચર્તુથ દિવસની જિલ્લાના વિવિધ સ્થળોએ ઉજવણી

  • આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ “રાષ્ટીય દિકરી દિવસ સપ્તાહના” ચર્તુથ દિવસની ઉજવણીના ભાગરૂપે “બેટી બચાવો, બેટી પઢાવો યોજના” અંતર્ગત તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ આણંદ જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે ખંભાત તાલુકાના ગામડી, બોરસદ તાલુકાના રાલેજ, તારાપુર તાલુકાની ખાખસર, અને ઉમરેઠ તાલુકામાં લીંગડા ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • આણંદ ગ્રામ્ય વિસ્તારમાં જીટોડીયા અને નાવલી ગામમાં “બેટી બચાવો બેટી પઢાવો યોજના” માટે દિકરીના જન્મને પ્રોત્સાહન મળી રહે, પરિવાર અને સમાજમાં દિકરીના જન્મને આવકાર મળે, તેમજ દિકરીઓ આત્મનિર્ભર બને તે માટે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ ગ્રામસભામાં કચેરીના કર્મચારીઓ અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

પવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે ૧૮૩ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી.
  • રાજ્ય સરકાર પાવાગઢમાં માંચી ચોક ખાતે ૧૩ કરોડ રૂપિયાના વિકાસ કામો તેમજ પંચમહોત્સવ ઉજવાય છે તે સ્થળ વડા તળાવ બ્યૂટિફિકેશન સહિતની સુવિધા માટે ૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરશે.
  • ચાંપાનેરમાં હેરિટેજ સાઇટના વિકાસ માટે રૂ. ૩૩ કરોડના પ્રોજેક્ટસ પણ શરૂ થવાના છે. આમ સમગ્રતયા પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસના ફેઝ-૩ અને ફેઝ-૪ નો કુલ મળીને રૂ. ૧૮૩..૩પ કરોડનો ખર્ચ આવનારા દિવસોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ પ્રોજેક્ટસના અમલીકરણ દ્વારા કરવાનું છે.

અંબાજી ખાતે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ (SAPTI) ખાતે ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો શુભારંભ

  • આંતરરાષ્ટ્રીય શિલ્પકારોને ભારતીય શિલ્પ સ્થાપત્યની લાક્ષણિકતાઓ જાણવાની તક પુરી પાડવાના ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ (SAPTI) માં તા.૧૯ જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે શુભારંભ કરાવ્યો હતો.
  • તા. ૧૯ મી જાન્યુઆરી થી ૭ ફેબ્રુઆરી સુધી ૨૦ દિવસ સુધી ચાલનારા આ સિમ્પોઝીયમમાં દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને રોમાનિયા સહિતના ૧૦ દેશોના ૧૨ શિલ્પકારો ભાગ લઇ રહ્યા છે.
  • જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, સાપ્તિના સ્ટેટ ડાયરેક્ટરશ્રી વીણા પડીયા, સાપ્તીાના ક્યુરેટર એન્ડ ડાયરેકટરશ્રી નીતિન દત્ત અને જીએમડીસીના અધિકારી જીયોલોજીસ્ટશ્રી ગુરૂપ્રિતસિંઘ સહિતના મહાનુભાવોએ વિદેશી મૂર્તિકારોનું અંબાજીમાં સ્વાગત છે એમ કહી ઉમળકાભેર શિલ્પ સંગમ ઉદઘાટન સમારોહને ખુલ્લો મુક્યો હતો.
  • ‘‘SAPTI’’ એ ભારતીય શિલ્પકારોના કૌશલ્ય- વર્ધન માટે કાર્યરત સંસ્થા છે. વિશ્વના શ્રેષ્ઠ સ્ટોન આર્ટિસ્ટો કે જેમણે પોતાના દેશમાં પોતાની શિલ્પકારીમાં નામ બનાવ્યું છે એવા ઉત્તમ કલાકારોને આ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ માં સાપ્તિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વડા પ્રધાન પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 21 અને 22મી જાન્યુઆરીએ પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 57મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી.
  • વડા પ્રધાને પોલીસ દળોને વધુ સંવેદનશીલ બનાવવા અને તેમને ઉભરતી તકનીકોમાં તાલીમ આપવાનું સૂચન કર્યું. તેમણે તમામ એજન્સીઓમાં ડેટા એક્સચેન્જને સરળ બનાવવા માટે નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાને સૂચવ્યું કે જ્યારે આપણે બાયોમેટ્રિક્સ વગેરે જેવા તકનીકી ઉકેલોનો વધુ લાભ લેવો જોઈએ, ત્યાં ફૂટ પેટ્રોલ વગેરે જેવી પરંપરાગત પોલીસિંગ પદ્ધતિઓને વધુ મજબૂત કરવાની પણ જરૂર છે. તેમણે રાજ્યભરના પોલીસ સંગઠનો માટે અપ્રચલિત ફોજદારી કાયદાઓ અને નિર્માણ ધોરણોને રદ કરવાની ભલામણ કરી. તેમણે જેલ પ્રબંધનને સુધારવા માટે જેલમાં સુધારાનું સૂચન કર્યું હતું. તેમણે અધિકારીઓની અવારનવાર મુલાકાતો યોજીને સરહદ તેમજ દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી.
  • કોન્ફરન્સમાં પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં કાઉન્ટર ટેરરિઝમ, કાઉન્ટર ઇન્સર્જન્સી અને સાયબર સિક્યુરિટીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કેન્દ્રીય ગૃહ સચિવ, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના DGsP/IGsP અને કેન્દ્રીય પોલીસ સંગઠનો/કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ પણ આ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વર્ચ્યુઅલ રીતે વિવિધ સ્તરોના લગભગ 600 વધુ અધિકારીઓએ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના સમાપન નેતાઓના સત્રમાં પ્રધાનમંત્રીની સમાપન ટિપ્પણી

  • આ માત્ર આજની રાતની ચર્ચાઓમાં જ નહીં, પરંતુ આ ‘વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ’ના છેલ્લા બે દિવસમાં પણ જોવા મળ્યું હતું.
  • ચાલો હું આમાંના કેટલાક વિચારોનો સારાંશ આપવાનો પ્રયત્ન કરું, જે ગ્લોબલ સાઉથના તમામ દેશો માટે મહત્વપૂર્ણ છે.
  • અમે બધા દક્ષિણ-દક્ષિણ સહકારના મહત્વ અને વૈશ્વિક કાર્યસૂચિને સામૂહિક રીતે આકાર આપવા પર સહમત છીએ.
  • આરોગ્યના ક્ષેત્રમાં, અમે પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા, આરોગ્યસંભાળ માટે પ્રાદેશિક હબ વિકસાવવા અને આરોગ્ય વ્યાવસાયિકોની ગતિશીલતામાં સુધારો કરવા પર ભાર મૂકીએ છીએ. અમે ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સ ઝડપથી જમાવવાની સંભાવના વિશે પણ સભાન છીએ.

અન્ય વાંચો –

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો